ગ.પ શાખા

ગ.પ શાખાના કાર્યો

  • તમામ ખાતા જગ્યા કે સંવર્ગની માળખાકીય વ્યવસ્થાનો અભ્‍યાસ કરીને સંબંધિત જગ્યાઓના ભરતી નિયમો ઘડવા કે સમીક્ષા કરવા બાબતે માર્ગદર્શન આપવું.
  • વિભાગો તરફથી ભરતી નિયમો અંગેની મળેલ દરખાસ્‍તોની ચકાસણી કરવી અને મંજૂરી આપવા સહિતની કામગીરી.
  • જે વિભાગ / કચેરીઓમાં એકાંકી જગ્યાઓ હોય તેવા કિસ્સામાં તેને લગતા ભરતી કરવા માટેના નિયમો બનાવવામાં આવે છે. તેના બદલે આવી જગ્યાઓનું મૂળ ખાતાની (જગ્યાઓ ભરવા માટે) કેડર પોસ્ટ જાહેર કરવા અને મૂળ કેડર સંચાલન કરતાં ખાતાઓને જે તે જગ્યાઓ માટે નોડલ ખાતા તરીકે જાહેર કરવા.
  • વહીવટી કામગીરી માટે વિભાગ હેઠળ વહીવટી સામાન્‍ય સંવર્ગની રચના કરવા જેવી બાબતો.
  • સામાન્‍ય ભરતી નિયમો બનાવવા, જગ્યાઓ કે સંવર્ગની માળખાકીય વ્યવસ્‍થાની પુનઃ રચના કરવા જેવી બાબતો.
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્‍ય) નિયમો-૧૯૬૭ને લગતી કામગીરી.
  • જે તે જગ્યાના ભરતી નિયમોના સંદર્ભમાં છૂટછાટ મુકવા બાબત.
  • ગ-પ શાખાને સોંપેલ વિષયો સંદર્ભે ગુજરાત જાહેર સેવા આયોગની ભલામણ / સૂચનાનો સ્‍વીકાર / અસ્વીકારની બાબતો.
  • ભરતીના નિયમોના અર્થઘટન અને અન્ય આનુષાંગિક બાબતો.