ગ શાખા

ગ શાખાના કાર્યો

 • આઇ.એ.એસ. અધિકારીઓ તથા સચિવ કક્ષાના બિન આઇ.એ.એસ. અધિકારીઓની નિમણૂકો, બદલીઓ, રજા અને રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત તેમજ સામાન્‍ય ભવિષ્‍યનિધિ, પેન્‍શન તેમજ અન્‍ય મહેકમ વિષયક સઘળી કામગીરી.
 • ગ-શાખા દ્વારા જેમની નિયુક્તિ કરવામાં આવી હોય તેવા અધિકારીઓની રજાઓના રેકર્ડની જાળવણી બાબત.
 • કેન્‍દ્ર સરકાર તથા અન્‍ય રાજયોમાં આઇ.એ.એસ. અધિકારીઓની સેવાઓ ઉછીની આપવા બાબત.
 • સરકારના સચિવો તથા અન્‍ય અધિકારીઓ કે જેમના ખાનગી અહેવાલો/કામગીરી મૂલ્‍યાંકન અહેવાલ મુખ્‍ય સચિવશ્રી લખે છે તે અંગેની સૂચનાઓ તથા આનુષંગિક કામગીરી.
 • આઇ.એ.એસ. અધિકારીઓના ખાનગી અહેવાલની ફાઇલો રાખવા બાબત.
 • અખિલ ભારતીય સેવાઓ સંબંધિત બધી જ સેવાઓને લગતી બાબતો.
 • આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને આઇ.એફ.એસ. (બઢતી દ્વારા નિમણૂક) વિનિયમો, ૧૯પપ અને આઇ.એ.એસ. પસંદગી વિનિયમ દ્વારા નિમણૂક, ૧૯પ૬ નીચે નિમાયેલ સમિતિઓ અંગેની કામગીરી.
 • ભારતીય વહીવટી સેવાના કેડરોના સવાલો, બિન કેડર અધિકારીઓને કેડરની જગ્‍યાઓ પરની નિમણૂકો બાબતનો ત્રિમાસિક અહેવાલ ભારત સરકારને મોકલવા બાબત.
 • ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોની ત્રિમાસિક માહિતીના પત્રકો ભારત સરકારને મોકલવા બાબત.
 • આઇ.એ.એસ., આઇ.પી.એસ. સિવાયની અખિલ ભારતીય સેવાની રચના બાબત.
 • ગુજરાત મુલ્‍કી સેવા ટ્રિબ્‍યુનલ અધિનિયમ, ૧૯૭ર અર્થઘટન અને તેને લગતી બાબતો.
 • ગુજરાત મુલ્‍કી સેવા ટ્રિબ્‍યુનલ કચેરીનું મહેકમ તથા વહીવટી સેવાઓ, પ્રમુખ / સભ્‍યશ્રીઓની નિમણૂક, તેઓની રજા તથા સચિવ / ઉપ સચિવની રજા, ચાર્જ તથા અન્‍ય કામગીરી.
 • ગુજરાત રાજયનું ભારતીય વહીવટી સેવાના અધિકારીઓનું (આઇ.એ.એસ. અધિકારીઓનું) સીવીલ લીસ્‍ટ તૈયાર કરવા બાબત.
 • ભારતીય વહીવટી સેવા સંવર્ગ સિવાયના અધિકારીઓની અગ્ર સચિવ, અધિક મુખ્‍ય સચિવ, સચિવ, ખાસ સચિવ તરીકેની નિમણૂક, રજા, વર્તણૂક નિયમો અંગેના કેસો, પતિનિયુક્તિ અને પ્રતિનિયુક્તિ પછી પગાર નક્કી કરવા અંગેની કામગીરી.
 • લોકાયુકત અધિનિયમ, ૧૯૮૬ ના અર્થઘટન તથા તેને લગતી બાબતો અને લોકાયુકત કચેરીના મહેકમ, લોકાયુકતશ્રીની નિમણૂક, રજા તથા લોકાયુક્તશ્રીની કચેરીને લગતી સઘળી કામગીરી.
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકેની નિમણૂક.
 • ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયાધીશોની નિમણૂક અને રજાઓને લગતી બાબતો.
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓને લાલ બહાદુરશાસ્‍ત્રી નેશનલ એકેડેમી, મસૂરી ખાતે ઇન્‍ડક્ષન તાલીમ અંગેની બાબતો.
 • આઇ.એ.એસ. અધિકારીઓના લીટીગેશનની કામગીરી.
 • આઇ.એ.એસ. અધિકારીઓના ખાનગી અહેવાલ/કામગીરી મૂલ્‍યાંકન અહેવાલની ફાઇલો, અધિક સચિવશ્રી (સેવા) મારફત અ.મુ.સ.શ્રી (ક.ગ.)ને રજૂ કરવા અંગેની કામગીરી.
 • સામાન્‍ય વહીવટ વિભાગમાંથી નિવૃત્ત થતા આઇ.એ.એસ. અધિકારીઓને આપવાના થતા ’નો ડયુ સર્ટિફિકેટ’
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓ અને અખિલ ભારતીય સેવા સંવર્ગ સિવાયના ઉચ્‍ચ અધિકારીઓ (સચિવ કક્ષાના ) ની પ્રાથમિક તપાસ/ખાતાકીય તપાસ અંગેની કામગીરી.
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓને અને અખિલ ભારતીય સેવા સંવર્ગ સિવાયના ઉચ્‍ચ અધિકારીઓ (સચિવ કક્ષા)ના સ્‍થાવર / જંગમ મિલ્‍કતો ખરીદવા/વેચવા અંગેના વ્‍યવહારો, મિલ્‍કતનાં પત્રકો નિભાવવા તથા વર્તણૂંક નિયમો અંગેના કેસોની કામગીરી.
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પાસપોર્ટ માટે N.O.C. આપવા બાબત.
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓની Vigilance Status અંગેની કામગીરી.
 • નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારીઓને નિવૃત્તિ બાદ આપવામાં આવતી કરાર આધારિત નિમણૂક અંગેની બોલીઓ અને શરતો નિયત કરવા બાબત.
 • સચિવશ્રી અને તેથી ઉપરની કક્ષાના અધિકારીઓના રહેઠાણે પટાવાળા/એટેન્‍ડન્‍ટની સુવિધા પુરી પાડવા બાબત.
 • સચિવશ્રીઓ અને તેથી ઉપરની કક્ષાના અધિકારીઓના રહેઠાણે ફર્નિચર પુરું પાડવા બાબત.
 • સરકારશ્રીના ઉચ્‍ચ કક્ષાના અધિકારીઓએ સરકારી વાહનના ઉપયોગ બાબત.
 • સરકારી /બિન સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ અંગેની સૂચનાઓ / મંજૂરી.
 • ખાતાના વડાની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવા બાબત.
 • અખિલ ભારતીય સેવા (પી. એ. આર.) નિયમો, ર૦૦૭ અન્‍વયે આઇ.એ.એસ. અધિકારીઓની વર્ષાન્‍તે તબીબી તપાસ અંગે
 • વહીવટી વિભાગ અને જાહેર ક્ષેત્રનાં સાહસો અથવા બે જાહેર ક્ષેત્રનાં સાહસો. અથવા વહીવટી વિભાગ અને અનુદાન મેળવતી સંસ્‍થા વચ્‍ચેની તકરારોના નિવારણ અંગે.