ગ.૧ શાખા

ગ.૧ શાખાના કાર્યો

 • ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ની જગ્યા માટેના ભરતી નિયમો બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ની જગ્યા માટે સીધી ભરતી માટે માંગણી પત્રક મોકલવા તથા સીધી ભરતીના ઉમેદવારોની નિમણૂંક
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ની સંવર્ગ સમીક્ષા (કેડર રિવ્યુ)
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ના અધિકારીઓને કાયમી કરવા બાબત.
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ (જુનિયર સ્કેલ) માંથી (સિનિયર સ્કેલ)માં, (સિનિયર સ્કેલ)માંથી (સિલેકશન સ્કેલ)માં તથા (સિલેકશન સ્કેલ)માંથી (એપેક્સ સ્કેલ)માં બઢતી આપવા પસંદગી યાદીઓ તૈયાર કરવી અને બઢતી આપવી.
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ માં એપેક્સ સ્કેલ, સિલેકશન સ્કેલ, સિનિયર સ્કેલ તથા જુનિયર સ્કેલની પ્રવરતા યાદીઓ તૈયાર કરીને પ્રસિધ્ધ કરવી..
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓની બદલીઓ અને નિમણૂકો
 • મહેસૂલ વિભાગ અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતી અનુક્રમે ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ (જુનિયર સ્કેલ)ના અધિકારીઓ અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીઓની સેવા વિષયક બાબતો
 • ગુજરાત વહીવટી સેવાના એસોસીએશનને લગતી બાબતો.
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓની પ્રતિનિયુક્તિની બોલીઓ અને શરતો નક્કી કરવા બાબત
 • ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓના સર્વિસ કાર્ડસ અધતન રાખવા.
 • ગુજરાત રાજય ચૂંટણી પંચને લગતી વહીવટી, અંદાજપત્રીય અને આનુષાંગિક કામગીરી.
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓની અગાઉની સેવાઓ સળંગ ગણવા બાબત, ફરજિયાત પ્રતીક્ષા સમય, ફરજ પર જોડાવાનો સમય તથા બઢતીની સંભાવ્ય તારીખ મંજૂર કરવા બાબત
 • વતનનું સ્થળ જાહેર કરવા તથા તેમાં ફેરફાર કરવા બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓની ૫૦ વર્ષની વયે સમીક્ષા
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓની રજાઓ, રજા પ્રવાસ રાહત તા વતન પ્રવાસ રાહત મંજૂર કરવા બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓને પાસપોર્ટ મેળવવાના / રીન્‍યુ કરવાના હેતુસર આઈડેન્ટીટી સર્ટીફીકેટ આપવા બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓને વિદેશ પ્રવાસની મંજૂરી આપવા બાબત
 • તબીબી ખર્ચ ભરપાઈ (રીઈમ્બર્સ) કરવા બાબત
 • સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડ, પેશગી તેમજ આખરી ઉપાડ મંજૂર કરવા બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓને અન્ય જગ્યાનો વધારાનો હવાલો સોંપવા બાબત તેમજ તે અંગેના ખાસ પગાર / હવાલા ભથ્થું મંજૂર કરવા બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓને વધુ અભ્યાસ માટે મંજૂરી
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓની સેવાપોથીઓ અદ્યતન રાખવા બાબત
 • ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ના સિનિયર સ્કેલ અને તેથી ઉપરના સ્કેલના અધિકારીઓને લગતા કોર્ટ કેસો, વિધાનસભા પ્રશ્નો, ખાતરીઓ અને આનુષાંગિક બાબતો