કેબિનેટ શાખા

કેબિનેટ શાખાના કાર્યો

 • ગુજરાત સરકારના કામકાજના નિયમો અને તે અન્‍વયેના સુધારા.
 • કામકાજના નિયમોના નિયમ-૧પ હેઠળની સૂચનાઓ.
 • મંત્રીશ્રીઓ, રાજયકક્ષાના મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીઓની નિમણૂંકો.
 • મંત્રીશ્રીઓ રાજયકક્ષાના મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવોનીઓને વિષયોની ફાળવણી.
 • કેબિનેટ /મંત્રી મંડળની બેઠક
 • મંત્રીશ્રીઓના પગાર અને ભથ્‍થા અંગેનો અધિનિયમ અને તે અન્‍વયેના સુધારા.
 • મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓના પ્રવાસ ભથ્‍થા અને દૈનિક ભથ્‍થાના નિયમો/ હુકમો અંગેની કાર્યવાહી.
 • મંત્રીશ્રીઓનાં તબીબી સારવાર બાબતના નિયમો.
 • ગુજરાતના મંત્રીશ્રીઓના વૈદકિય સારવારના નિયમો.
 • રાજયપાલશ્રીનું પ્રવચન.
 • રાજયપાલશ્રીની પરિષદ.
 • સચિવશ્રીઓની બેઠક.
 • પશ્ચિમ વિભાગીય પરિષદ અંગેની તમામ કાર્યવાહી.
 • મુખ્‍ય મંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં રચાયેલી ધારાસભ્‍યશ્રીઓની સ્‍થાયી પરામર્શ સમિતિ બાબત.
 • સમિત ખંડ /ઓડીટોરીયમ/કોન્‍સફરન્‍સ રૂમ અનામત કરવા અને સંલગ્‍ન બાબતો.
 • મુખ્‍ય મંત્રી, મંત્રીશ્રીઓ, રાજયકક્ષાના મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ તથા સંસદીય સચિવશ્રીઓ માટેના ટેલિફોન બીલોના સરચાર્જ તથા મોબાઇલ હેન્‍ડ સેટના બીલો મંજૂર કરવા બાબત.
 • મંત્રીશ્રીઓના રાજય બહારના પ્રવાસ કાર્યકમો ફેકસ તથા વાયરલેસથી મોકલવા બાબત
 • મુખ્‍ય મંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, સંસદીય સચિવોના હવાઇ પ્રવાસની ટીકીટો રદ કરાવવા માટેની સઘળી કામગીરી.
 • મુખ્‍ય મંત્રીશ્રી, મંત્રીશ્રીઓ તેમજ સંસદીય સચિવો માટે પુસ્‍તકો સામાયિકો ખરીદવા માટેની મંજૂરીની કામગીરી.
 • મુખ્‍ય મંત્રીશ્રીના હવાલે મૂકવામાં આવેલ આતિથ્‍ય અને સરભરા ખર્ચને લગતી સધળી કામગીરી.
 • મંત્રીશ્રીઓ તથા સંસદીય સચિવશ્રીઓના તબીબી સારવારના બીલો અંગેની કામગીરી.
 • મંત્રીશ્રીઓ તથા સંસદીય સચિવશ્રીઓના પગાર ભથ્‍થા વિગેરે આકારવાને લગતી વહીવટી તથા તેને લગતી આનુસાંગિક કામગીરી.
 • ભૂતપૂર્વ મંત્રીશ્રીઓના તમામ પ્રકારના બીલો અંગે ઉપસ્‍થિત થતા ઓડિટ વાંધાઓના નિકાલ તેમજ તે અંગેની જરૂરી કામગીરી.
 • મંત્રીશ્રીઓ માટે (એચ.ઓ.આર.) હાઇ ઓફિશીયલ રીઝર્વેશનને લગતી કામગીરી.
 • મંત્રીશ્રીઓના રેલ્‍વે પ્રવાસ માટે એચ.ઓ.આર. તેમજ હવાઇ પ્રવાસ મુસાફરી માટેનાં એકચેંજ ઓર્ડરના ફોર્મ આપવા બાબત.
 • ઉપરની બાબતો અંગે ઉપસ્‍થિત થતી વિધાનસભાને લગતી કામગીરી.
 • રાષ્‍ટ્રપતિ શાસન દરમ્‍યાન રાજયપાલશ્રી તથા તેમના સલાહકારશ્રી અંગેની ઉપર પ્રમાણેની બાબતો.
 • ઉપરની બાબતો ઉપરાંત મંત્રી પરિષદને લગતી સામાન્‍ય વહીવટ વિભાગએ કરવાની રહેતી હોય તેવી બાબતો.
 • માનનીય મુખ્‍ય મંત્રીશ્રીને મંત્રી-પગાર-ભથ્‍થા અધિનિયમ હેઠળ મળવાપાત્ર આતિથ્‍ય સરભરાના બિલોની ચુકવણી.
 • મંત્રીમંડળના સભ્‍યશ્રી માટે કરવામાં આવતી કામગીરીઓ જેવીજ માજી મુખ્‍ય મંત્રીશ્રીને વ્‍યકિતગત બાબતને લગતી કામગીરી