રોકડ-૧ શાખા

રોકડ-૧ શાખાના કાર્યો

 • સામાન્ય વહીવટ વિભાગના અધિકારી/કર્મચારીઓના પગારબીલો, પગાર પૂરવણી બીલો, ભથ્થાં બીલો, મેડીકલ રીએમ્બર્સમેન્ટના બીલો, ટી. એ. બીલો, એલ.ટી.સી.ના બીલો, જી. પી. એફ.ના બીલો, મકાન બાંધકામ પેશગી, વાહન પેશગી અને અન્ય પેશગીના બીલો, કન્વેયન્સ એલાઉન્સ તેમજ અન્ય બીલો તૈયાર કરવા તેમજ તેને લગતા રજીસ્ટરોમાં હિસાબ રાખવાની કામગીરી.
 • સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓના વાર્ષિક ઈજાફા/રજાઓના હિસાબ, રજાની ચોકસાઈ કરી આપવાનું તેમજ સેવાપોથીઓ સંપૂર્ણ કરવાની કામગીરી.
 • સામાન્ય વહીવટ વિભાગના બીલોના ચેક વટાવવાનું તથા ચૂકવણી કરવાનું કામ.
 • કાયમી પેશગી અંગેની કામગીરી.
 • સામાન્ય વહીવટ વિભાગના કન્ટીજન્ટ બીલો, ટેલિફોન બીલો, સેલ ફોનના બીલો, જી.ટી.એસ. કારના બીલો, ડી. વી. કારના બીલો તેમજ સમચ્યુરી એલાઉન્સ વિગેરે પ્રકારના બીલો તૈયાર કરવાની કામગીરી.
 • ઉપરોક્ત જણાવેલ બાબતોનો હિસાબ કેશબુકમાં રાખવા બાબતનું કામ.
 • મે, ૧૯૬૦ પહેલાં સરકારી કર્મચારીઓના જૂના કલીઈમ્સ, ઓડીટ ઓબ્જેકશન, ઓડીટ રીપોર્ટ, ઈન્શપેકશન રીપોર્ટ, ખર્ચના આંકડાઓ, બજેટ રીકન્સીલીએશન વિગેરે.
 • નાણાં વિભાગના હુકમો મુજબ વિભાગના અધિકારી/કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિના ખાતામાંની જમા તથા ઉપાડ રકમોનું મેળવણું (રીકન્સીલીએશન) નિયમિત રીતે કરવાની કામગીરી તેમજ આ અંગેની પાસ બુક તૈયાર કરવા બાબતની કામગીરી.
 • વિભાગના અધિકારી/કર્મચારીઓની અન્ય હિસાબી કામગીરી.
 • ઉપર પ્રમાણેની કામગીરીને લગતો પત્ર વ્યવહાર.
 • જૂથ વીમા યોજના અંગેનું નિયત ફોર્મ નંબર : ૯ માં રજિસ્ટર જાળવવા અંગે.
 • કર્મચારીઓને ક્રેડીટ સોસાયટીમાં લોન માટેની અરજીઓ અંગેની કામગીરી.
 • વિભાગના અધિકારી/કર્મચારીઓને પગાર, આવક અને અનુભવનું પ્રમાણાપત્ર આપવા બાબત.
 • વિભાગના અધિકારી/કર્મચારીઓના ફોર્મ નં. ૧૬ તૈયાર કરી તેઓને આપવાની કામગીરી.
 • વિભાગના આવકવેરા અંગેના રીટર્ન ફોર્મ નં. ૨૪ક્યુ અને ફોર્મ નં. ૨૬ક્યુ આવકવેરા વિભાગ ના અધિકૃત ફેસીલીટેશન સેન્ટર મારફતે એન.એસ.ડી.એલ. માં ફાઈલ કરવાની કામગીરી.
 • વિભાગના અધિકારી/કર્મચારીઓના સ્થાયી ખર્ચ બાબતે બજેટ અંદાજો તૈયાર કરવા, સુધારેલ અંદાજ તૈયાર કરવાની તથા ખર્ચનું મેળવણું પગાર અને હિસાબની કચેરી,ગાંધીનગર તથા એ.જી. કચેરી રાજકોટ/અમદાવાદ ખાતે કરવાની કામગીરી તથા નાણાકીય વર્ષના અંતે વિનિયોગ હિસાબોમાં ખર્ચની વધ-ઘટ બાબતે ખુલાસા અંગેની કામગીરી કરવાની થાય છે.