રોકડ-૨ શાખા

રોકડ-૨ શાખાના કાર્યો

 • સામાન્ય વહીવટ વિભાગ(મંત્રીશ્રીનું મહેકમ)ના અધિકારીઓ/કર્મચારીઓના પગારબીલો, પગાર પૂરવણી બીલો, ભથ્થાં બીલો, મેડીકલ રીએમ્બર્સમેન્ટના બીલો, ટી. એ. બીલો, એલ.ટી.સી.ના બીલો, જી. પી. એફ.ના બીલો, મકાન બાંધકામ પેશગી, વાહન પેશગી,અનાજ પેશગી અને તહેવાર પેશગીના બીલો, કન્ટીજન્સી ખર્ચનાબીલો, ટેલિફોન બીલો, સેલ ફોનના બીલો તૈયાર કરવા તેમજ તેને લગતા રજીસ્ટરોમાં હિસાબ રાખવાની કામગીરી.ઉપરાંતમાં માનનીય મંત્રીશ્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ/સંસદિય સચિવશ્રીઓના મેડીકલ રીએમ્બર્સમેન્ટના બીલો, ટી. એ. બીલો તેમજ કન્ટીજન્સી ખર્ચનાબીલો ,ટેલિફોન બીલો, સેલ ફોનના બીલો તૈયાર કરવાની કામગીરી.
 • અધિકારીઓ/કર્મચારીઓના વાર્ષિક ઈજાફા/રજાઓના હિસાબ તેમજ સેવાપોથીઓ સંપૂર્ણ તેમજ અદ્યતન કરવાની કામગીરી.
 • અધિકારીઓ/કર્મચારીઓના અન્ય ભથ્થાના બીલોના ચેક વટાવવાની તથા ચૂકવણીનીકામગીરી.
 • ઉપરોક્ત જણાવેલ તમામ બિલોનો હિસાબ કેશબુકમાં નોંધવાની તેમજ જાળવી રાખવાની કામગીરી.
 • ઓડીટ ઓબ્જેકશન, ઓડીટ રીપોર્ટ, ઈ ન્સ્પેકશન રીપોર્ટ, ખર્ચના આંકડાઓ, બજેટ રીકન્સીલીએશન વિગેરે.
 • કર્મચારીઓને ક્રેડીટ સોસાયટીમાં લોન માટેની અરજીઓ પ્રમાણિત કરવા અંગેની કામગીરી.
 • અધિકારીઓ/કર્મચારીઓને આપવાના થતા વાર્ષિક આવકના પ્રમાણાપત્રો આપવાની કામગીરી.
 • આવકવેરાને લગતા ફોર્મ નં. ૧૬ તૈયાર કરીને અધિકારી/કર્મચારીઓને આપવાની કામગીરી.
 • અધિકારી/કર્મચારીઓની આવકવેરાની કરેલ કપાતના, વિભાગે ફાઈલ કરવાના થતા ત્રિમાસિક ઈ-રીટર્ન Form No.24Q અને Form No.26Q તૈયાર કરીને આવકવેરા કચેરીના અધિકૃત કરેલ ફેસીલીટેશન સેન્ટર (NSDL)માં e-file કરવાની કામગીરી.
 • વિભાગના અધિકારી/કર્મચારીઓના સ્થાયી ખર્ચ બાબતે બજેટ અંદાજો તૈયાર કરવા, સુધારેલ અંદાજ તૈયાર કરવાની તથા ખર્ચનું મેળવણું પગાર અને હિસાબની કચેરી,ગાંધીનગર તથા એ.જી. કચેરી રાજકોટ/અમદાવાદ ખાતે કરવાની કામગીરી તથા નાણાકીય વર્ષના અંતે વિનિયોગ હિસાબોમાં ખર્ચની વધ-ઘટ બાબતે ખુલાસા અંગેની કામગીરી કરવાની થાય છે.
 • સામાન્ય વહીવટ વિભાગ(મંત્રીશ્રીનું મહેકમ)ના અધિકારીઓ/કર્મચારીઓના તેમજ માનનીય મંત્રીશ્રીઓ/ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ/સંસદિય સચિવશ્રીઓના પગાર /ભથ્થાના બિલો તેમજ મેડીકલ રીએમ્બર્સમેન્ટના બીલો, ટી. એ. બીલો તેમજ કન્ટીજન્સી ખર્ચનાબીલો ,ટેલિફોન બીલો, સેલ ફોનના બીલો બાબતે પૂછાતા વિધાન સભા પ્રશ્નો અંગેની વિગતો/ માહિતી પૂરી પાડવાની કામગીરી, ઉપરાંતમાં ઉક્ત બાબતે R.T.I. Act-2005 હેઠળ અરજદારો તરફથી માંગવામાં આવતી માહિતી પૂરી પાડવાની કામગીરી.