ગ.ર સેલ

ગ.ર સેલ કાર્યો

  • સચિવાલય સેવા વર્ગ-૧ના અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવ સંવર્ગની જગ્યાના ભરતી નિયમો.
  • સચિવાલય સેવા વર્ગ-૧ના અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવ સંવર્ગના અધિકારીઓની નિમણુંકો, બઢતીઓ, બદલીઓ, પ્રવરતા યાદી તૈયાર કરવી, વય નિવૃત્તિના હુકમો કરવા.
  • સચિવાલય સેવા વર્ગ-૧ના અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવ સંવર્ગના અધિકારીઓ સામેની ખાતાકીય તપાસ અંગેની બાબત, લીટીગેશનની કામગીરી, હીસ્ટ્રી કાર્ડ તૈયાર કરવા, અધિકારીઓના ખાનગી અહેવાલ મંગાવવા, અધિકારીઓના સ્થાવર-જંગમ મિલ્કત પત્રકો મંગાવવા/જાળવવા વગેરે.
  • સચિવાલય સેવા વર્ગ-૧ના અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવ સંવર્ગના અધિકારીઓની વય નિવૃત્તિ/સ્વૈચ્છિક નિવૃત્તિના હુકમો કરવા અંગેની બાબત તેમજ તેઓની વય નિવૃત્તિ બાદ '' No Event Certificate '' આપવા સંદર્ભમાં સબંધિત વિભાગોને અભિપ્રાય આપવા અંગેની બાબત.
  • સચિવાલય સેવા વર્ગ-૧ના અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવ સંવર્ગની દર વર્ષે ૧ લી જાન્યુઆરીની સ્થિતિએ સીવીલ લીસ્ટ બહાર પાડવું.
  • ઉપ સચિવ સંવર્ગનું ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા અંગેની દરખાસ્તને મંજુરી આપવી.
  • ગુજરાત વિધાનસભા સચિવાલય સેવા વર્ગ-૧ના ઉપ સચિવ/નાયબ સચિવ/સંયુક્ત સચિવ/અધિક સચિવ સંવર્ગમાં બઢતી આપવા અંગેની દરખાસ્ત પરત્વે વિચારણા અને મંજુરી આપવા બાબત.
  • સચિવાલય સેવા વર્ગ-૧ના અધિકારીઓની ૫૦-૫૫ વર્ષે સમીક્ષા કરવા બાબત.