તપાસ એકમ

તપાસ એકમની કામગીરી

  • ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો : ૧૯૭૧ અને ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો : ૧૯૭૧ ના અમલ, અર્થઘટન, તેમાં ફેરફાર કરવા વગેરે અંગેની કામગીરી.
  • સચિવાલયના તમામ વિભાગોમાંથી ચેનલ ઓફ સબમીશન મુજબ રજૂ કરવામાં આવતા ખાતાકીય તપાસના અને ફરજમોકુફીના કેસો તથા પ્રોસીકયુશનની મંજૂરી આપવા અંગેના કેસોમાં અભિપ્રાય, સલાહ, માર્ગદર્શન કે સંમતિ આપવાની કામગીરી.
  • પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ અને ફરજમોકુફીને લગતી નીતિ વિષયક બાબતો અંગે તથા શિસ્ત અને અપીલ/વર્તણૂક નિયમો અંતર્ગત નીતિ વિષયક બાબતો અંગે વહીવટી સૂચનાઓ બહાર પાડવાની કામગીરી.
  • પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ અને ફરજમોકુફીના પડતર કેસોની સમીક્ષા અંગેની કામગીરી.
  • ખાતાકીય તપાસ અને પ્રાથમિક તપાસની કામગીરી માટેની ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરીના મહેકમ તથા કચેરીને લગતી આનુસાંગિક કામગીરી.
  • પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કાર્યવાહીમાં તપાસ અધિકારી તરીકેની કામગીરી માટે નિવૃત્ત અધિકારીઓની પેનલ અંગેની કામગીરી.