ક શાખા

ક શાખાના કાર્યો

 • ખાનગી અહેવાલ લખવા અને રાખવા અંગેની સુચનાઓ, નિતિ વિષયક બાબતો.
 • ભારતના બંધારણના સુધારાને લગતી બાબતો.
 • સચિવાલય સંવર્ગની નીચેની જગ્‍યાઓ માટેના ભરતી નિયમો ધડવા અને તેમાં સુધારો કરવા બાબત.
  • કારકુન
  • ટાઇપીસ્‍ટ (ગુજરાતી/અંગ્રેજી)
  • નાયબ સેકશન અધિકારી (મદદનીશ)
  • સેકશન અધિકારી
 • સચિવાલયની નીચે દર્શાવેલ જગ્‍યાઓ પર ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દવારા લેવાતી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અંગેની યોજના/ નિયમો
  • કારકુન
  • ટાઇપીસ્‍ટ (ગુજરાતી/અંગ્રેજી)
  • નાયબ સેકશન અધિકારી (મદદનીશ)
  • સેકશન અધિકારી
 • ભરતીના હેતુ માટે ડીગ્રી અને ડીપ્‍લોમાને માન્‍યતા આપવી.
 • સરકારી કર્મચારીઓ/અધિકારીઓના મંડળોને માન્‍યતા આપવી.
 • ગુજરાત રાજયના કર્મચારી/અધિકારીઓના જુદા જુદા મંડળો તરફથી થયેલ માંગણીઓ તેમજ તેમાંથી ઉપસ્‍થિત થતાં આનુષાંગિક પ્રશ્‍નોને લગતી તમામ કાર્યવાહી.
 • ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સંયુકત સલાહ તંત્ર અને ફરજિયાત લવાદી અંગેની યોજના અને તેમાં સુધારા તેમજ સંયુકત કાઉન્‍સીલ.. સચિવાલય કાઉન્‍સીલ અને વર્ગ-૪ ના કર્મચારીઓની કાઉન્‍સીલની રચના અને તેમની બેઠકોની વ્‍યવસ્‍થા અને કાર્યક્રમ, કાર્યસૂચિ અને કાર્યનોંધ બહાર પાડવા બાબત.
 • સરકારી કર્મચારીઓની હિન્‍દી પરીક્ષાઓ અંગેના નિયમો અને તેમાં સુધારા હિન્‍દી પરીક્ષા સંબંધી સુચનાઓ અને તેને લગતી બાબતો.
 • ગુજરાતી ભાષા પરીક્ષા અંગેના નિયમો અને તેને લગતી બાબતો.
 • ખાતાકીય પરીક્ષાઓ.
 • સચિવાલય સંવર્ગની જગ્‍યાઓ પર બઢતી માટેની ખાતાકીય પરીક્ષા.
 • સરકારની સક્રિય સેવા દરમ્‍યાન અવસાન પામતા કર્મચારીઓના આશ્રિતને સરકારી નોકરીમાં રહેમરાહે નિમણુંક ઉચ્‍ચક નાણાકીય સહાય આપવા અંગેની નિતિ વિષયક બાબતો
 • તાલીમાન્‍ત પરીક્ષામાં બેસવા વધારાની તક આપવા બાબત. (સચિવાલય સંવર્ગ/રાજય પત્રિત અધિકારીઓની પૂર્વ સેવા તાલીમ પરીક્ષા પુરતુ જ)
 • પરીક્ષા ફી./ ફોર્મ ફી
 • ખાતાકીય/ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના પરીક્ષકોને મહેનતાણું.
 • જન્‍મ તારીખમાં સુધારો કરવા બાબત.
 • રાજય સરકારના કર્મચારીઓની હડતાલના સમયે સામાન્‍ય સુચનાઓ અને હડતાલ દરમ્‍યાન અન્‍ય આનુષાગિક સધળી કામગીરી.
 • ૧૯૮૫ ની હડતાલ દરમ્‍યાન સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ ડબલ પગાર અને તેને લગતી આનુષાંગીક બાબતો.
 • કેન્‍દ્ર-રાજય સંબંધો અંગેના સરકારીઆ કમિશનને લગતી કામગીરી /પુંછી કમિશનને લગતી કામગીરી.
 • સરકારી કર્મચારી/ અધિકારીઓ એ પાસ કરવાની થતી કોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની પરીક્ષાના નિયમો તથા સુચનાઓ તથા તેને લગતી બાબતો.
 • કેન્‍દ્ર –રાજય અને રાજય-રાજય વચ્‍ચેના પત્ર વ્‍યવહાર અંગે.