ખ.૨ શાખા

ખ.ર શાખાના કાર્યો

 • મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીઓના મહેકમ પર ફરજ બજાવતા અંગત સ્‍ટાફના મહેકમને લગતી કામગીરી જેવી કેઃ
  • સ્‍ટાફીંગ પેટર્ન અને જગ્યાઓ મંજુર કરવી.
  • મંજૂર કરવામાં આવેલ જગ્‍યાઓ પર નિમણૂકો કરવી.
  • રજાઓ/રજા પ્રવાસ રાહત મંજુર કરવા
  • સીધી ભરતીના કર્મચારીઓના પગાર નિયત કરવા.
  • અધિકારી/કર્મચારીઓની (મકાન બાંધકામ પેશગી સિવાય) પેશગીઓ (જેવી કે તહેવાર પેશગી, અનાજ પેશગી વગેરે) મંજૂર કરવી.
  • સા.વ.વિ./ખ.૨ ના તા. ૧૮-૦૫-૧૯૯૧ ના પરિપત્ર ક્રમાંક મતમ-૧૦૯૧- ૨૮૬૭-ખ.૨ માં જણાવેલ બાબતો સિવાયની મહેકમને લગતી અન્‍ય પરચૂરણ બાબતોની કામગીરી.
  • પ્રતિનિયુક્તિથી ફરજો બજાવતા અધિકારી/કર્મચારીઓના સામાન્‍ય ભવિષ્‍યનિધિમાંથી લોન/ઉપાડ મંજૂર કરવા
 • પદનામિત માન. મંત્રીશ્રીઓના શપથવિધિ સમારોહ બાદ અને મંત્રીમંડળના વિસ્‍તરણ બાદ માન. મંત્રીશ્રીઓના કાર્યાલયમાં નિયમિત સ્‍ટાફની નિમણૂક કરવામાં ન આવે ત્‍યાં સુધી વચગાળાની વ્‍યવસ્‍થાના ભાગરૂપે માન. મંત્રીશ્રીઓની કચેરીમાં અને તેમની લાયઝનની કામગીરી માટે કામચલાઉ સ્‍ટાફની વ્‍યવસ્‍થાની કામગીરી.
 • માજી મુખ્‍યમંત્રીશ્રીઓને સુવિધાઓ પુરીપાડવા બાબત.
 • મંત્રીમંડળના કાર્યાલયમાં ફરજો બજાવતા અંગત સચિવ/ અંગત મદદનીશના નિવાસસ્‍થાને મંજુર કરાયેલ અને સરકારી કામે વપરાયેલ સરકારી/અંગત ટેલીફોનના બીલોની પરત ચુકવણી કરવા બાબત
 • મંત્રીમંડળના કાર્યાલયોમાં નિયુકત થયેલ અધિકારી/કર્મચારીઓના મંજૂર કરાયેલ મોબાઇલની ખરીદીના બીલની પરત ચુકવણી તથા આનુષાંગિક કામગીરી.
 • નાણા વિભાગ તથા તે વિભાગ હેઠળના તમામ ખાતા/કચેરીના વડાઓની કચેરીઓની મહેકમને લગતી તેમજ અન્‍ય નાણાકીય દરખાસ્‍તોનો તે વિભાગના નાણાકીય સલાહકાર તરીકે ચકાસણી કરી તેને મંજૂરી આપવા બાબતની કામગીરી