સચિવશ્રી રાજ્‍ય ચૂંટણી પંચ

રાજય ચૂંટણી પંચની રચના અને કામગીરી

ભારતના બંધારણમાં સને ૧૯૯રમાં સુધારા ક્રમાંક ૭૩ તથા ૭૪ થી ભાગ-૯ તથા ૯-ક ઉમેરવામાં આવ્‍યા છે. અનુચ્‍છેદ-ર૪૩-ડ તથા ર૪૩-વ-કથી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણીઓ માટે મતદારયાદીઓ તૈયાર કરવા પર દેખરેખ, માર્ગદર્શન તથા તેનું નિયંત્રણ અને ચૂંટણીઓનુ઼ સંચાલન રાજય ચૂંટણી પંચમાં નિહિત થયેલ છે. આ સંસ્‍થાઓની ચૂંટણીઓ યોજવા માટે રાજય ચૂંટણી પંચની રચના તા.ર૩ સપ્‍ટેમ્‍બર, ૧૯૯૩ થી કરવામાં આવેલ છે.

રાજય ચૂંટણી પંચ રાજયની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ જેવી કે ગ્રામ પંચાયતો, તાલુકા અને જિલ્લા પંચાયતો / નગરપાલિકા તથા મહાનગરપાલિકાની મતદારયાદીઓ તૈયાર કરાવવા તથા સામાન્‍ય, મધ્‍યસત્ર કે પેટા ચૂંટણીઓ યોજવી તથા તેના પર દેખરેખ રાખવાની જવાબદારી અદા કરવાની સાથે સંબંધિત સ્‍થાનિક કાયદાઓમાં વોર્ડ/મતદાર મંડળોની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણીને લગતી કામગીરી કરે છે.

સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થઓની ચૂંટણી સંચાલનના નિયમો પ્રમાણે જિલ્લા કલેકટર પંચાયત ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી અધિકારી, નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા મ્‍યુનિસિપલ ચૂંટણી અધિકારી તથા મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેર ચૂંટણી અધિકારી તરીકે નિયુકત થયેલા છે. ગ્રામ પંચાયતના વોર્ડોની રચના તથા બેઠક ફાળવણી કરવાના અને ચૂંટણી સંચાલનના રાજય ચૂંટણી પંચના અધિકારો જિલ્લા કલેકટરશ્રીઓને સુપ્રત કરેલા છે સમયાંતરે ચૂંટણી યોજવાનો જરુરી કાર્યક્રમ રાજય ચૂંટણી પંચ બહાર પાડી ચૂંટણી યોજવામાં આવે છે.

રાજયમાં કુલ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ

સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓનો પ્રકાર કુલ સંખ્‍યા બેઠકોની સંખ્‍યા
મહાનગરપાલિકા ૫૫૮
નગરપાલિકા ૧૫૯ ૪૪૮૮
જિલ્લા પંચાયત ૨૬ ૮૩૧
તાલુકા પંચાયત ૨૨૪ ૪૧૯૬
ગ્રામ પંચાયતો ૧૩૭૦૬ ૧૧૫૯૬૬

રાજય ચૂંટણી પંચની રચના થયા પછી યોજાયેલ સામાન્‍ય ચૂંટણીઓ

ચૂંટણીનો તકકકો સમય સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ
મહાનગરપાલિકા નગરપાલિકા/ નગર પંચાયતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતો
પ્રથમ ૬/૧૯૯પ ૧૪૬ ૧૯ ૧૮૪ ૧૩૬૧૮
બીજો ૯/૨૦૦૦ ૧૪૩ ૨૫ ૨૨૫ ૧૩૭૫૨
ત્રીજો ૪/ર૦૦પ ૧૬૦ ૨૬ ૨૨૪ ૧૩૭૦૬
ચોથો ૩/૨૦૦૬
૮/૨૦૦૬
૧૨/૨૦૦૬
-
-
-
૨૮

-
-
-
-
-
-
૧૦૩૧૦
-
-
પાંચમો ૨/૨૦૦૮ - ૭૫ ૧૫ -
છઠ્ઠો ૭/૨૦૦૯ - - - -

રાજય ચૂંટણી પંચે છેલ્લા ૧પ વર્ષમાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની સામાન્‍ય / પેટા તથા મધ્‍યસત્ર ચૂંટણીઓ બંધારણીય જોગવાઇ પ્રમણે સતત યોજી લોકશાહી શાસન પધ્‍ધતિમાં પ્રજાનો વિશ્વાસ જીવંત રાખેલ છે.

વધુ માહિતી માટે: sec.gujarat.gov.in બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે